સંગમ

  • 2.5k
  • 560

સંગમ તુષાર બસ સ્ટોપ પર બસની રાહ જોઈ ઊભો હતો. પાતળો સાઠીક્ડા જેવો બાંધો, જાડાકાચના ચશ્માં, માથા પર સુકાયેલા ઝાંખરા જેવા વાળ, પણ ચહેરા પર એક અજીબ નિખાલસતાના ભાવ સ્પષ્ટ વંચાતા હતાં, સ્વપ્ના બહુ ઊંચા. તુષારને ઓફિસે સમયસર પહોંચવા કરતા પણ પલકને જોવાની વધુ તાલાવેલી રહેતી. બન્નેનો ઓફીસ પહોચવાનો એક જ સમય હતો. “ચીઈઇ...” એક જોરદાર બ્રેક સાથે બસ ઊભી રહી અને લાંબી ભીડની સાથે તુષાર પણ બસમાં ચડ્યો. તેની આંખો પલકને શોધી રહી, તે પલકનો ચહેરો દેખાય એ રીતે હંમેશની જેમ ઊભો રહ્યો. અચાનક પલકની નજર તેના પર પડી જતા તેને હળવું સ્મિત આપ્યું. સૂરજના પ્રકાશ જેવો તાજગીસભર ચહેરો,