યાર્સાગુમ્બા ની શોધ - ૯

(14)
  • 2.7k
  • 935

ક્રમશ: અત્યારે તેઓ " આગે કુઆ પીછે ખાઈ " જેવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. તેમનો સામાન તો ઓલરેડી બીજી તરફ હતો. દરેક જણ એક બીજા સાથે બંધાયેલા હતા, આથી બીજાને બચાવી શકે. જો કોઈનો પગ લપસે અને બેલેન્સ છૂટે તો ૧૮૦૦૦ ફૂટની ઉંચાઈથી નીચે પડે.પણ તેમ છતાં હિમ્મત હાર્યા વગર તેઓ આગળ વધ્યા...! બીજી એક મુસીબત એ થઈ કે ચાલતા-ચાલતા સુઝેનનો પગ મચવાઈ ગયો. તે દર્દથી ચીખવા માંડી. થોડીવાર તેઓ ત્યાંજ ઉભા રહ્યા. પછી ધીમે-ધીમે ચાલવાનું શરુ જ કર્યું હતું કે જોરદાર પવન ફૂંકાયો અને સુઝેનનો પગ લપસવાથી તે નીચેની તરફ ઢસડાઈ. તેના વજનથી દરેક જણનું બેલેન્સ ગબડ્યું અને