વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-14)

(28)
  • 2.3k
  • 2
  • 986

પ્રકરણ – 14 “વૃંદા-” “ના.” તેણે મને અટકાવ્યો- “મૅર્વિના.” “હં?” “હું વૃંદા નથી, મૅર્વિના છું.” હું આગળ ન બોલી શક્યો. તેણે પૂછ્યું- “શું પૂછવું હતું?” “……” “પાછળ જઈને કૂવામાંથી પાણી ભરીને બ્રશ કરી આવ.” કહીને તેણે પલંગની બાજુમાં મૂકેલી મારી બૅગ મારી તરફ સરકાવી. “હું વાડ કૂદીને ભાગી જઈશ તો?” “તો આ લોકો મારી હાલત ખરાબ કરી નાંખશે.” તે પલંગ પર પલાંઠી વાળીને બેઠી. પિસ્તોલના પાર્ટ્સ જોડવાનું કામ શરૂ કરતાં બોલી- “જોકે, એ અનુભવ પહેલોવહેલો નહિ હોય! હવે તો ટેવ પડી ગઈ છે.” “તને મારા પર વિશ્વાસ છે કે હું ભાગીશ નહિ?” “તારા હાથપગ બાંધેલા છે? કોઈ આતંકવાદી એના કેદીને