MARJAAVAAN - ફિલ્મ રીવ્યુ

(24)
  • 5k
  • 1
  • 999

મરજાવા..... પતા હૈ મરજાવા ફિલ્મકી હાઈટ ક્યાં હૈ??ઢાઈ ઇંચ...??આમ તો ટ્રેલર જોયું ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે ફિલ્મમાં વજન નહિ હોય. બધો વજન ડાયલોગ પર મૂકી દેવામાં આવ્યો એટલે જ આ ફિલ્મ થોડી ચાવવી પડે એવી છે. ડાયલોગ્સનો પણ અપચો થાય એ આ ફિલ્મમાં ખબર પડી. ડાયલોગ દમદાર છે પણ જે પરિસ્થિતિમાં કહેવાયા છે એ થોડી અતિશયોક્તિ છે.ફિલ્મનાં નિર્માતા મિલાપ ઝવેરી છે. એટલે ફિલ્મ આમ તો મનોરંજનથી ભરપૂર હોય અને એમનાં ડાયલોગ્સ પણ મજેદાર મસાલેદાર હોય છે. સ્ટોરી કહેવાની સ્ટાઈલ પણ થોડી શાયરાના અંદાજમાં હોય અને મ્યુઝિક પણ કાનને વારંવાર ગમે તેવું હોય. એ બધું આ ફિલ્મમાં પણ છે