ના જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું

  • 25.3k
  • 1
  • 4.2k

??ના જાણ્યું,જાનકીનાથે કાલે સવારે શું થવાનું?? ...આખરે તે એકલો હતો.અમાપ દરિયા વચ્ચે. હવે....આ મોંઘુ જીવતર સસતાથીએ સસતું લાગતું હતું.બસ તે અને તેનું કિંકર્તવ્યમૂઢજ હતા.... જીવનની ફિલસૂફી સમજતા સમજતા અત્યાર સુધી હર મનુષ્યએ દેહ છોડ્યો છે.નથી પહોંચી શકવાની શક્યતા ત્યાંના તાગ મેળવવા હાલનો માનવી મથે છે.સૃષ્ટિના મુળિયા શોધવા મથતા માનવીએ બસ ઇતિહાસના થોથાજ ઉલેચ્યા છે ને ઉલેચતો રહે છે. અચાનક ફિલોસોફર બનવાની ખેવના જાગતાં અવકાશે આજે તત્વચિંતકોના થાેથા ઉકેલવાનું શરૂ કર્યું.યુ ટયૂબ પર કેટલાએ વિડીયો જોઈ નાંખ્યા,પ્લેસ્ટોરમાંથી ફિલોસોફીની ઘણીયે એપ લઈને મોટા તત્વચિંતકની જેમ સૃષ્ટિના વણ ઉકેલ્યા રહસ્યો ઉકેલવા મંડી પડ્યો.