હોટેલ મેનેજમેન્ટ કરતી એકતા બની હેલ્લારોની હંસા

  • 4k
  • 1.1k

હોટલના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી એકતાને હેલ્લારોની હંસા બનવા સગા ભાઈના લગ્ન પણ છોડવા પડ્યા હતાં.કોઈ ખેડૂતની વાડીમાં પહેલો જ દાર થતો હોય અને ૩૦-૪૦ ફૂટે જો પાણીનો જોરદાર ફુવારો છૂટે તો આખા ગામનું મોઢું મીઠુ થાય. કોઈ બાપ પોતાના દીકરા માટે છોકરી શોધવા જાય અને પહેલી જ વખતમાં મેળ પડી જાય તો એક મહિનો સુધી ઘરમાં પેંડાનાં બોક્સ ખૂટે નહીં. તો વિચારો કોઈ છોકરી પેહલી જ ફિલ્મ કરતી હોય અને નેશનલ એવોર્ડ મળે તો એના હૈયે કેવડો રાજીપો હોય. રાજીપો તો ઠીક રાતોની રાત ઊંઘ પણ ન આવે. તો આજે તમને રૂબરૂ કરાવવા છે એક એવી જ ધુરંધર હસ્તી