યારા અ ગર્લ - 19

(28)
  • 3.1k
  • 1.3k

જે રસ્તે થી ફિયોના બધા ને મોસ્કોલા લઈ આવી હતી એજ રસ્તા થી એ લોકો પાછા વોસીરો આવી ગયા. તેઓ જ્યારે વોસીરો પહોંચ્યા ત્યારે સવાર થઈ ગઈ હતી.ફિયોના હવે તમારે રૂપ બદલી લેવું જોઈએ, ઉકારીઓ એ કહ્યું.હા ઉકારીઓ, ફિયોના બોલી અને પછી તેણે અને બુઓને વાનર રૂપ લઈ લીધું.હા હવે બરાબર છે. તમે લોકો અમારા જેવાજ લાગો છો, ઉકારીઓ બોલ્યો.અહીં થી આપણે મારા નિવાસ સ્થાને જઈશું. પછી ત્યાં થી રાજમહેલ જઈશું, ઉકારીઓ એ કહ્યું.જેવી તમારી ઈચ્છા ઉકારીઓ, ફિયોના બોલી.ત્રણેય જણ સાથે ઉકારીઓના નિવાસ સ્થાને ગયા. ત્યાં એમના બધાજ લોકો હાજર હતા. ઉકારીઓ એ તેમને ફિયોના અને બુઓન ની ઓળખ આપી.