મરુભૂમી ની મહોબ્બત - 14

(22)
  • 3.1k
  • 3
  • 1.1k

ભાગ : 14 જેસલમેર થી નિમ્બલા વચ્ચે નો સમય મે ભારે તનાવ મા વીતાવ્યો હતો.હીના મારી સીનીયર ઓફિસર હતી.એનાં આદેશ નું પાલન કરવું એ મારી ફરજ હતી પરંતુ, એ બિચારી છોકરી ને કયાથી ખબર હોય કે મારો પગ કેવાં કુડાળા મા પડ્યો છે. જે છોકરી ને હું દિલોજાનથી ચાહતો હતો એની ઉલટતપાસ કેવી રીતે કરી શકું..? સાચે જ હીના એ મને ધર્મસંકટ મા મુકી દીધો હતો.મારી સમસ્યા એ હતી કે હું હીના સમક્ષ સાચી હકિકત જણાવી શકું એમ નહોતો. અમારા ફિલ્ડમાં લાગણીઓ એટલે કમજોરીઓ... અને, કમજોરીઓ એટલે દુખતી નસ.. એ ટી