ઘમંડ

(29)
  • 2.9k
  • 2
  • 855

રાત્રે બે વાગ્યાની આસપાસ નયનાના મોબાઈલની રીંગ વાગી. આંખો ખોલ્યા વિના નયનાએ ફોન રિસીવ કર્યો. સામે છેડેથી ઇંગ્લેન્ડ રહેતા તેના એકના એક પુત્ર અક્ષયની પત્ની સુનિધિનો અવાજ સાંભળી તે એકદમ ઉભી થઇ ગઈ. “મમ્મીજી, હું અક્ષયને છોડીને મારા ડેડીના ઘરે આવી ગઈ છું “ સુનિધિએ રડમસ અવાજે નયનાને કહ્યું. તેનું ગળું ભરાઈ આવવાથી તે આગળ કંઈ બોલી શકી નહિ. ફોન કટ થઇ ગયો. નયનાએ વિચાર્યું યુ,કે, માં અત્યારે રાતના સાડાદસ વાગ્યા હશે. સુનિધિ સાથે ફરીથી વાત કરતાં પહેલાં તેણે સુનિધિનું ઘર છોડવાનું કારણ જાણવા તેના પુત્ર અક્ષયને ફોન કર્યો. અક્ષય ધૂઆંપૂઆં હતો. તેણે સુનિધિના વાંક જણાવ્યા અને ફોન કાપી નાખ્યો.