અંગારપથ. - ૨૯

(283)
  • 8.7k
  • 18
  • 5.4k

અંગારપથ. પ્રકરણ-૨૯. પ્રવીણ પીઠડીયા. અકલ્પનિય, હૈરતઅંગેજ અને દિલ દહેલાવી નાંખનારું એ દ્રશ્ય હતું. ત્યાં ઉભેલી છોકરી તો એ દ્રશ્ય જોઇને રીતસરની કાંપી ઉઠી હતી અને તેના હાથ-પગ ઠંડા પડી જતાં બેહોશ થઇને ગાર્ડનની લોન ઉપર ઢળી પડી હતી. ડગ્લાસે એક ઝટકે કાંબલેની ગરદન મરોડી નાંખી હતી. તેના તાકાતવર હાથોમાં કાંબલેની પાછળ ફરી ગયેલી મૂંડી હતી. તેની ગરદન અને કરોડરજ્જૂને જોડતું હાડકું એક કડાકા સાથે તૂટયું હતું અને એ ક્ષણે જ તે મૃત્યું પામ્યો હતો. પોતાની સાથે શું થયું એ પણ તે સમજી નહોતો શકયો. તેની આંખોમાં આશ્વર્ય ઉદભવે એ પહેલાં તો તેનું પ્રાણ-પંખેરું ઊડી ગયું હતું. ડગ્લાસે તેનું માથું