વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-19)

(27)
  • 2.7k
  • 2
  • 1k

પ્રકરણ – 19 “તમે કોણ?” “વિનય.” “ડૉક્ટર વિનયકુમાર?” “હા.” પહેલો પ્રશ્ન કયો પૂછવો એ નક્કી ન કરી શકવાને કારણે હુંએક શબ્દ પણ ન બોલી શક્યો. “તને પીઠમાં કંઈ વાગ્યું છે?” તેમણે પૂછ્યું. “હા, અંધારાના કારણે તમને મારા મોં પરનું લોહી નહિ દેખાતું હોય! અને આંગળી મચકોડાઈ ગઈ છે એ તો-” “કેવી રીતે થયું આ બધું?” “માર પડ્યો છે!” “કોણે માર્યો?” “એ બધું છોડો, કાકા!” મને કેટલાય પ્રશ્નો એકસામટા યાદ આવ્યા- “તમને ઘણું પૂછવાનું છે.” “ઘરમાં ચાલ! મારે તારી સારવાર પણ કરવી પડશે.” “ચાલો!” હું ઊભો થયો. મેં જમણા હાથથી તેમને ટેકો આપીને ઊભા કર્યા. મારી ગરદન ફરતે હાથ વીંટાળીને બધું