વિશ્વાસ ઓફિસે થી ઘરે આવી રહ્યો હતો. ત્યાં તેની ગર્લફ્રેંડ નો ફોન આવે છે. ફોન રીસીવ કર્યો એટલે મીનાક્ષી બોલી "ડાર્લિંગ મારા મમ્મી પપ્પા તને સાંજે ડિનર પર બોલાવે છે તું આવી જજે " વિશ્વાસ ખુશી ખુશી આવી રહ્યો હતો ત્યાં બીજો ફોન આવ્યો તે હતો તેની ભૂલ નો, જે કાવ્યા સાથે પ્રેમ કરવાનો, એ કાવ્યા જે મેરીડ હતી ને વિશ્વાસ ને પામવા કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ હતી. કાવ્યા ફોન પર બોલી વિશ્વાસ તું સીધો અહીં નહીં આવે તો હું આત્મહત્યા કરી લઈશ. વિશ્વાસ મુંઝવણમાં મુકાઈ ગયો. મીનાક્ષી પાસે જવું કે કાવ્યા પાસે. જો મીનાક્ષી પાસે જઇશ