જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 2

(23)
  • 3.7k
  • 7
  • 1.3k

પરસ્પર - એક્મેકનું આકર્ષણ ખાળવા ઇચ્છતા કાર્તિક અને કામ્યા દિન -પ્રતિદિન વધુને વધુ નજીક આવતા જઈ રહેલાં. બેય પક્ષે બરાબર આગ લાગી હતી. ક્યારેક ખાસ સમયે, ખાસ રીતે એકબીજાને આંખો વડે સાંકેતિક રીતે ઘણું બધું કહેવાઈ જતું અને સમજાવાઇ જતું. સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રી કે પુરુષ એમનાં જીવનસાથી પાસેથી ઈચ્છે એ બધું જ તેમનાં પાત્રમાં સુલભ હતું. પણ એ બંનેયને કંઈક અસામાન્ય ખપતું હતું. જે બીજાનાં પાત્રમાં હતું, પણ પોતાનાં પાત્રમાં નહોતું. એક ખતરનાક વળાંક પર બંનેય ઊભેલાં.