વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-21)

(17.7k)
  • 4.2k
  • 1
  • 1.8k

પ્રકરણ – 21 વૈદેહી અંદર પ્રવેશી. વિશ્વા સાથે કઈ રીતે વાત કરવાની છે એ તેણે વિચાર્યું નહોતું. આ ગલીની ડાબી બાજુએ એક કબાટ છે અને જમણી બાજુએ બાથરૂમ તથા ટોઈલેટ છે. વૈદેહી રૂમમાં આવી. બેડથી ચારેક ડગલાં દૂર ઊભી રહી. રૂમની દીવાલો આસમાની રંગથી રંગાયેલી હતી. બેડ પર પથરાયેલી ચાદરનો અને ઓશિકાના કવરનો રંગ પણ આસમાની હતો. બધું એકદમ પ્લૅન આસમાની નહોતું! ચાદરની આસમાની પૃષ્ઠભૂમિમાં ઘેરા આસમાની અને વાદળી રંગની આડી-ઊભી લીટીઓથી ચોકઠાઓ બનેલાં હતાં અને ઓશિકાના કવર પર વાદળી રંગના ફૂલો દોરેલાં હતાં. બેડની બાજુમાં એક ચોરસ ટેબલ પડ્યું હતું, જે બેડ જેટલું જ ઊંચું હતું, તેના પર પાણીનો