સાપનો ભારો

(46)
  • 7.7k
  • 1
  • 1.5k

વાર્તા:- ‘સાપ નો ભારો’ લેખક: જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775 રામજીભાઈ અને આનંદીબેનના માથે આભ તૂટી પડ્યું હતું.ચાર દિવસથી બંનેએ અન્ન-જળનો ત્યાગ કર્યો હતો.રડીરડીને આંખો સુઝી ગઈ હતી.તેમની દીકરી શારદા ચાર દિવસથી કોઈને કશું જણાવ્યા વગર ઘર છોડીને જતી રહી હતી.દીકરી ગુમ થઇ ગઈછે એવું કોઈને કહેવાય નહીં અને સહેવાય પણ નહીં તેવું દુઃખ તેમના લમણે આવ્યું હતું. શારદા જેવી અત્યંત વિનયી અને સમજુ દીકરી નસીબદારને જ મળે એવું રામજીભાઈ માનતા હતા તો પછી તેણે આવું પગલું કેમ ભર્યું તેજ તેમને સમજાતું નહોતું. શારદાથી બે મોટા ભાઈઓ નટવર અને રમેશ પરણ્યાપછી માબાપ ની દરકાર કર્યા વગર શહેરમાં અલગ રહેવા જતા રહ્યા