જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 4

(24)
  • 3.6k
  • 7
  • 1.3k

કામ્યાની આંખો બંધ હતી. એનાં હોઠ સૂકા પર્ણની માફક ફફડી રહેલાં. એ હોઠો પર માર્દવતાથી આંગળી ફેરવી રહેલો કાર્તિક પૂછી રહ્યો હતો, ' કામ્યા, મારી બર્થ-ડે ગિફ્ટ ?' કામ્યાએ એની દંતાવલીથી હોઠ અંદર લીધા અને સહેજ ભીના કરી ફરી અધખુલ્લા મૂક્યા. આ એક સ્પષ્ટ ઇજન હતું, જેને કાર્તિકે ત્વરાથી તેની બર્થ-ડે ગિફ્ટ માની પોતાનાં હોઠો વડે સ્વીકારી લીધેલું.