વિષાદ યોગ - પ્રકરણ - 53

(173)
  • 5.8k
  • 4
  • 3.8k

વિષાદયોગ-પ્રકરણ-53 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- પ્રશાંત કામત જ્યારે ફાર્મ હાઉસ પહોંચ્યો ત્યારે ત્યાં કેટલી બધી કાર પાર્ક થયેલી હતી. આ જોઇ પ્રશાંત કામતને નવાઇ લાગી. જો કે ડર તો તેને ત્યારે પણ લાગ્યો હતો, જ્યારે ફોન પર તેને કૃપાલસિંહના ફાર્મ હાઉસ પર પહોંચવાનું કહેવામાં આવ્યું હતું. ફોન મૂકી પ્રશાંતને એક વાર એવો પણ વિચાર આવેલો કે, ત્યાં જઇ મોતના મુખમાં ફસાવા કરતા હું ક્યાંક છુપાઇ જઉં તો