જાગૃતિ

(12)
  • 3.8k
  • 1
  • 993

વાર્તા-‘જાગૃતિ’  લેખક-જયેશ એલ.સોની-ઊંઝા  મો.નં.97252 01775              રતનપુર બસ સ્ટેન્ડ ઉપર ચા-પાણી કરીને  કંડકટરે  પેસેન્જરો જે બહાર ઊભા હતા તેમને બસમાં બેસવા માટે મોટા અવાજે કહ્યું ‘કોઈ છે હવે બાકી?આજુ બાજુ ની સીટ ઉપર જોઈ લો.’ ડ્રાઇવર આવી જતાં આછી ઘરઘરાટી કરતી અને ધૂળ ની ડમરીઓ ઉડાડતી બસ ઉપડી.બસમાં ચાર થી પાંચ નવા પેસેન્જરો આવ્યા હતા.તો પણ બસમાં કુલ પચીસ થી વધુ મુસાફરો નહોતા.        નવા મુસાફરોમાં આખી બસનું ધ્યાન ખેંચે એવા એક મહિલા પેસેન્જર આવ્યા હતા અમૃતાબેન.રુઆબદાર વ્યક્તિત્વ ,આશરે ચાલીસ વર્ષની ઉંમર ,એક હાથમાં પર્સ અને બીજા હાથમાં પુસ્તકો,મોબાઈલ  અને ડાયરી.શહેરની મહિલા જાગૃતિ સંસ્થાના તેઓ  પ્રમુખ હતા.વ્યવસાયે તેઓ વકીલ હતા.