લક્ષ્મી

(54)
  • 3.2k
  • 10
  • 1.1k

લક્ષ્મી ‘સાંભળ્યું ?’ - ૪૭ વર્ષના હરીશભાઈએ હરખભેર ઘરમાં પ્રવેશ કર્યો અને પોતાની પત્ની નયનાબેનને બુમ પાડી. અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા. હરીશભાઈની આ રોજની આદત. ઘરેથી નીકળે ત્યારે અને ઘરે પરત ફરે ત્યારે તેમની પત્નીના હાથે એક ગ્લાસ પાણીનો પીવાનો. “આપણી અમૃતાનું માંગું આવ્યું છે" હરીશભાઈ પાણી પીતાં-પીતાં બોલ્યાં "ખાધેપીધે સુખી ઘર છે છોકરાનું નામ દિપક છે અને સરકારી બેંકમાં મેનેજરની નોકરી કરે છે" "અમૃતા હા કહે એટલે સગાઇ કરી દઈએ.." હરીશભાઈએ તેમની પત્નીને ગ્લાસ આપ્યો અને સોફા ઉપર બેસીને પોતાનાં હાથમાં રહેલા કવરમાંથી છોકરાનો ફોટો કાઢી બતાવવા લાગ્યા. નયનાબેનને દીપક ગમ્યો. તેમણે