અંગારપથ - ૩૨

(273)
  • 8.4k
  • 17
  • 5.2k

અંગારપથ. પ્રકરણ-૩૨. પ્રવીણ પીઠડીયા. સુરજ માથા ઉપર ચળકતો હતો. સ્વિમિંગ પુલનાં નીલા કાચ જેવા પાણીમાં ડગ્લાસ કોઇ એથ્લેટ્સ સ્વિમરની જેમ સરકતો હતો. તેણે હમણાં જ એક ભયંકર ક્રૃત્ય આચર્યું હતું. કાંબલેને બહું બેરહમીથી તેણે માર્યો હતો પરંતુ તેનો સહેજે અફસોસ કે ગુનાહિત લાગણી તેના ચહેરા ઉપર જણાતી નહોતી. તેનો પેલો પહેલવાન જેવો બંદો કાંબલેના શરીરને ઠેકાણે પાડીને ફરીથી પોતાની જગ્યાએ આવીને ઉભો રહી ગયો હતો. તેનો ચહેરો પણ સાવ સપાટ હતો જાણે કંઇ થયું જ નથી એવી નિર્લેપતા ધારણ કરીને તે ઉભો હતો. આ લોકોની દુનિયામાં દયા-માયા કે લાગણી જેવા શબ્દો વાહિયાત ગણાતાં અને એવા માણસોનું કોઇ અહી