બલિદાન

(16)
  • 3.8k
  • 2
  • 1.3k

વાર્તા-બલિદાન લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.97252 01775 સુલતાનપુર ગામમાં સોપો પડી ગયો હતો.આશરે દસેક હજારની વસ્તી ધરાવતા ગામમાં સાંજે સાત વાગ્યા પછી જાણેકે કરફ્યુ પડી જતો હતો.માણસો કરતાં કૂતરાં વધારે ફરતાં દેખાઈ રહ્યાં હતાં.આખા ગામમાં ભય નું સામ્રાજ્ય હતું.અને પાછી ચુપકીદી છવાયેલી હતી.છેલ્લા બે મહિનાથી આ સ્થિતિ હતી.ગામને જાણે સાપ સુંઘી ગયો હતો.એવું લાગતું હતું કે બધા બધુજ જાણેછે કાં તો પછી કોઈ કશું જાણતું નથી.આ ગામમાં કદી કોઇ બે કોમ વચ્ચે પણ ઝઘડો થયો નહોતો.ખેતીવાડી ઉપર નભતું આ ગામ એકંદરે સુખી હતું. બે મહિના પહેલા બનેલા એક ગોઝારા બનાવને કારણે ગામના સુખને ગ્રહણ લાગ્યું હતું.તે દિવસે સવારે વહેલા