હસીના - the lady killer - 14

(55)
  • 3.6k
  • 6
  • 1.6k

આગલા ભાગમાં આપણે જોયું કે ઇશિતાને જયરાજ રંગે હાથે પકડે છે, ત્યારબાદ ઇશિતા કિલરના સિકંજામાં છે એવો કાગળ જયરાજ ડીસીપી સાહેબને પ્રેસ કોન્ફેરેન્સમાં આપે છે, ડીસીપી સાહેબ માઈકમાં બોલવા જાય છે, હવે આગળ, ડીસીપી સાહેબ : જુઓ ઇન્સ્પેક્ટર જયરાજ એક બાહોશ પોલીસ ઓફિસર છે એટલે એમની ઉપર કોઈ પણ રિપોર્ટર કોઈ પણ સવાલ કરતા પહેલા દસ વખત વિચારજો, રહી વાત કિલરની જયરાજનેજ લેટર આપવાની વાત તો એતો કિલર જ જાણે....અને હા એક મહત્વની વાત, જયરાજની પત્ની ઇશિતા પણ અત્યારે એ કિલરના સિકંજામાં છે, આટલું બોલતા દરેક રિપોર્ટર જયરાજ ઉપર સવાલોનો મારો ચલાવે છે કે, 'કિલરએ શા માટે જયરાજની પત્નીને કિડનેપ કરી છે??