સપના અળવીતરાં - ૫૩

(44)
  • 3k
  • 4
  • 861

ટન્ ટન્ ટન્... ઘડિયાળ માં અડધી રાતના ત્રણ ડંકા પડ્યા અને એ અવાજે સમીરા હબકી ગઇ. ઇં. પટેલ ની નજરમાં વધી રહેલી તીક્ષ્ણતા જીરવવી તેને માટે અઘરી બની રહી હતી."સો, મીસ સમીરા, તમે જાતે અમારી સાથે આવશો કે મારે લેડી કોન્સ્ટેબલ ને અત્યારે તકલીફ આપવી પડશે? "સમીરા કંપી ગઇ. બસ બે કદમની દૂરી અને ઈં. પટેલ એકદમ તેની લગોલગ થઇ જશે. ઇં. પટેલ એક કદમ આગળ વધ્યા અને વિશાલ સમીરાની આગળ તેની ઢાલ બની ઉભો રહી ગયો. "સર, પ્લીઝ... ડોન્ટ બી સો હાર્શ... તમે ઇચ્છો તો અહીં જ ગેસ્ટ રૂમમાં સમીરા સાથે વાત કરી શકો છો. પ્લીઝ, અત્યારે અડધી રાત્રે પોલીસ