કોઢીના ઘા

(32)
  • 2.5k
  • 3
  • 668

કોઢીના ઘા “આજે તો ઇ રાં....ને કોઢીના ઘા મારીએ તો જ હાશકારો થાશે...!” “અરે....આખા ગામને ખાઇ જાવાની આ ડાકણ...ઇ કરતા ઇને જ મારી કાઢીએ..” “આખા ગામનો ઉતાર કપાતર સા....” આવી બૂમરાણ સાથે બંધ રાખેલ દરવાજે ડાંગ અને ધારીયાના ઘાના ધડકારા સાંભળતી રૂપલી કાંપતા શરીરે ખૂણે રાખેલા ડામશ્યાના ટેકે ટૂંટીયુ વળી આલોપાઇ રહી. એના ફાટ્યા તૂટ્યા લઘર વઘર કપડામાં કાળા ચાંઠા પડેલું બદન બહાર ખરદાઇ આવતું. જીવ બચાવવા નાસતા કૈંક કેટલીયે વાર ધૂળમાં રગદોળાયેલા તેના કપડા તેના મોંથી શેરડો પાડી ચાલી નીકળેલા લોહીને ચોંટેલી માટી સાથે સમાનતા બતાવી રહ્યા. ******* હજુ તો હાથમાં લગનની મહેંદી સૂકાણી પણ ના હતી કે ગામ