મારા ખપની પ્રભૂતા

(12)
  • 3.1k
  • 827

રોજની જેમ આજે પણ મારા મમ્મીએ થેલાનું પાછળનું નાનું ખાનું ખાલી કરી આપ્યું અને કહ્યું કે, તારો બધો કચરો આ ખાનામાં જ નાખજે, નહીં કે ગમે ત્યાં. મારી કચરો મનફાવે ત્યાં ઉડાડવાની ટેવથી મારી માતુ શ્રી સારી રીતે વાકેફ હતા. નિત્યક્રમ માફક આટલું સાંભળીને હું થેલો ડોલાવતો ડોલાવતો શાળાએ જવા નીકળ્યો. મમ્મી સરસ બાબલા જેમ તૈયાર કરી દે અને એક સીરિયસ વિદ્યાર્થીની માફક હું પણ શાળાએ જવા નીકળું. લગભગ સવારે સાડા સાતની આજુબાજુ ઘરેથી શાળાએ જવા નીકળવાનું થાય. આ સમયે બધા જ માસી-બા સાવરણી લઈને પોતાના ઘરની આગળ સાફ સફાઈ કરતાં હોય. મોઢા આડે સરસ કપડું વીંટેલું હોય કે જેતી