મારો શું વાંક ? - 30

(62)
  • 4.6k
  • 4
  • 1.4k

મારો શું વાંક ? પ્રકરણ - 30 ઋતુઓનાં ફાટફાટ બદલાતા ચક્રની જેમ અને અવિરત વહેતા નદીનાં પ્રવાહની જેમ જોત-જોતામાં અઢાર વરસ વીતી ગયા... રહેમત હવે આડત્રીસ વરસની થઈ ચૂકી હતી. આદમ પોતાનું ભણવાનું પૂરું કરીને સોફ્ટવેર એંજિનિયર બની ચૂક્યો હતો અને અમદાવાદમાં મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દે નોકરી પર લાગી ગયો હતો. જ્યારે અફસાના સાયન્સમાં માસ્ટર ડિગ્રી પૂરી કરીને એક વરસથી અમદાવાદમાં પોતાનું કોચિંગ ક્લાસ ખોલીને સાયન્સનાં વિદ્યાર્થીઓને ભણાવતી હતી. રહેમતનાં ચહેરા ઉપર હજી સુધી ઉંમરનો કોઈ અણસાર વરતાતો જ નહોતો.. કોઈ કહી ના શકે કે તે આટલા મોટા છોકરાંઓની માં હશે. છોકરાંઓ એમની જિમ્મેદારી હવે જાતે ઉપાડતા થઈ ગયા હોવાથી