એકલતાનો નિવેડો

(14)
  • 1.9k
  • 625

અંજુ આજે મોડી ઊઠી. કારણ એજ કે આજે રવિવાર હતો.નોકરી પર જવાની ઉતાવળ આજ આરામ પર હતી.પણ સૂરજને આરામ ક્યાં ? એ એની નિયત ગતિએ ઉપર તરફ ચડતો હતો. મચ્છરજારીથી મઢાયેલી બારીએથી પારદર્શક સુતરાઉ પડદા ચીરતા રાતા કિરણો અંજુના બેડરૂમમાં છુટા હાથે ઉજાસ વેરતો હતો.આખો ચોળતી ચોળતી અંજુ બેઝિંગ સુધી પહોંચી. એની આંખો દર્પણ તરફ હતી.એના સિલ્કી વાળ અસ્તવ્યસ્ત, કરમાયેલ પારિજાતના પુષ્પ સમો ચહેરો અને નિસ્તેજ આંખો સુધી એની નજર ફરી. બેઝિંગનો નળ ચાલુ હતો.પાણીનો પ્રવાહ બંને હાથના સહયોગથી રચાયેલા ખોબે એકત્રિત થઈ નૂર ગુમાવી ચૂકેલા ચહેરે છંટકાવ થતા.એની નીંદર તો ઊડી પણ એ આધેડ વયની હતી.એટલે ચહેરો ખીલ્યો નહિ.