આઈ લવ યુ

(33)
  • 4.1k
  • 1
  • 1.2k

રાજેશ્વરી રોજની જેમ રસોડું પતાવવામાં વ્યસ્ત હતી. અગિયાર વાગ્યે તેને જિમ જવાનું હતું. તેનો પતિ રામ પણ ઑફિસ હમણાં જ ઑફિસ માટે નીકળ્યો હતો. દિવસનું જમવાનું તે સવારે જ બનાવી લેતી હતી. જિમમાંથી આવ્યા બાદ તેને ખૂબ ભૂખ લાગતી હતી અને એટલી તાકાત રહેતી નહોતી કે તે જમવાનું બનાવી શકે. તેનું વજન વધવા લાગ્યું હતું. જે કપડાં તેણે ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે લગ્ન અને હનીમૂન માટે ખરીદ્યા હતા તે બધા હવે તેને ટાઈટ થઈ રહ્યાં હતા. આખરે તેણે પોતાને પહેલા જેવી જ ફિટ બનાવવાનો નિર્ધાર કરી લીધો હતો. જિમ તેની સોસાયટીમાં જ હતું એટલે રામે પણ કોઈ ઑબજેક્શન નહોતું