પતંગનો વલોપાત.....

  • 1.9k
  • 412

પતંગ નો વલોપાત...દિનેશ પરમાર ‘ નજર ‘ _________________________________________________પંખી નહીં આભ જ ખરેખર પાળવું હતું ફરતે રહેલું પિંજરું ઓગાળવું હતું. મેઘધનુષ્ય થઈ ગયું બાકી અમારે તો – તારી હથેળીમાં જ જળને વાળવું હતું. - ધૂની માંડલિયા________________________________________________ છેલ્લા ત્રણ વર્ષથી, મુખ્ય શહેરની ફરતે બનેલા બસો ફૂટના રીંગરોડ ની આજુબાજુ માં નવી પડેલી ટાઉન પ્લાનીંગ સ્કીમમાં, સ્વતંત્ર બંગલા, રો-હાઉસ, હાઈ-રાઇઝ, લો-રાઈઝ ની યોજનાઓનો જાણે કે રાફડો ફાટયો હતો.હજુ ગઈસાલ શહેરની પૂર્વના છેવાડે , શહેર તરફથી ગામડા તરફ જતા રસ્તાને ક્રોસકરતા , રીંગરોડ પરના ફ્લાય-ઓવર બ્રિજ ને અડીને , રૂરલ એરીયા તરફ જતા રસ્તાની પડખે બન્ને તરફ હારબંધ બનેલી, લો-રાઈઝ ફ્લેટની યોજના માં ડાબી