સળગતાં હૈયાં

(19.1k)
  • 2.6k
  • 982

***સળગતાં હૈયાં***શહેરની નામાંકિત કોલેજ પોતાનો ૭૫મો સ્થાપના દિન ઉજવી રહી હતી. કોલેજ મેનેજમેન્ટ દ્વારા પોતાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ઉજવણીમાં સહભાગી થવા કોલેજમાં રજીસ્ટર્ડ તેમના વતનના સરનામા પર લેખિત આમંત્રણ પત્રિકા પાઠવવા ઉપરાંત રાજયના તમામ ખ્યાતનામ સમાચાર પત્રોમાં જાહેરાત આપી આમંત્રણ પાઠવેલ હતું. કોલેજ મેનેજમેન્ટ દ્વારા શહેરમાં ઉપલબ્ધ પોતાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને રૂબરૂ મુલાકાત કરી આમંત્રણ પાઠવી હાજર રહેવા ભારપૂર્વક વિનંતિ કરી હતી. વિદેશમાં વસતા વિદ્યાર્થીઓ ને પણ આમંત્રણ પહોંચાડી દેવામાં આવ્યા હતા. શહેરમાં રહેતા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ પ્રસંગને માણવા ખૂબ આતુર હતા. દરેકે સ્વૈચ્છિક રિતે યથાશક્તિ આર્થિક દાન પણ જમા કરાવ્યું હતું. દરેક વિદ્યાર્થી આ પ્રસંગને એક ઉત્સવ તરીકે