જંતર-મંતર - 9

(159)
  • 11.4k
  • 7
  • 6.8k

જંતર-મંતર ( પ્રકરણ : નવ ) ઘણીવાર તો રીમા ચુપચાપ પોતાના કમરામાં બેસીને છાની છાની રડી પણ લેતી. તેમ છતાંય એના મન ઉપરનો ભાર ઓછો ન થયો. એક વાર બપોરના સમયે રીમા હંસાના કમરામાં આવીને પોતાની ભાભી પાસે બેઠી. હંસા એકીટસે રીમાના ચહેરાને તાકી રહી. પછી હિંમત ભેગી કરીને એણે રીમાને પૂછયું, ‘રીમા, તને મામાના દીકરાના લગ્નની રાતની યાદ છે...?’ ‘હા, ભાભી...બહુ મઝા આવેલી....આપણને સૂવા માટે મકાનના ધાબા ઉપર ગાદલાં નાખી આપેલાં, કેવી ઠંડી હવા આવતી હતી, નહીં ?’ વાત કરતાં કરતાં જ રીમાના ચહેરા ઉપર આનંદ પથરાઈ ગયો. હંસાએ એના આનંદની પરવા કર્યા વિના પૂછયું, ‘રીમા, એ રાતે તું