બે જીવ - 10

(12)
  • 2.4k
  • 1
  • 961

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (10) લવ ઈઝ લાઈફ પરીક્ષા ઓન કહતી. પરંતુ હું તૈયાર ન હતો. કારણકે જિંદગીની પરીક્ષાનો પણ પ્રારંભ થઈ ચુકયો હતો. અને શરૂઆત નબળી હતી. એક પછી એક ઘટના ઘટતી જતી હતી. અને હું મૂક, દિગ્મૂઢ બની ને ખોવાયો હતો. ખરેખર... જીવન ધારે એ એટલું સહેલું નથી... આજે ઈ.એન.ટી. નું પેપરહતું. બિલ્કુલ બકવાસ ગયું. પરીક્ષા પૂર્ણ થતાં મેં એક નિઃશ્વાસ નાખ્યો. અબ પ્રકારની બેચેની પેપર લખતા સમયે હતી અને હજુ પણ મેં ઝડપથી ચાલવા માંડયું. હોસ્ટેલ નજીક આવતા મેં ઈરાદો બદલ્યો. હું લેડીઝ હોસ્ટેલ તરફ વળ્યો. પ્રેમનું ભુત મારા પર સવાર હતું અને હું એકદમ લાચાર...