Dream Creation Imagination

(17)
  • 2.1k
  • 991

હું બસની છેલ્લેથી આગળની સીટ પર બારીની બાજુમાં બેઠો હતો, કોલેજથી ઘરે જવા માટે આ છેલ્લી બસ હતી, માટે ભીડ પણ વધુ હતી. ઘણા સ્ટુડન્ટસ પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે બેઠા હતા, કોઈક કપલમાં પણ હતા. કોઈની પરવાહ કર્યા વગર, બીક વગર એ પ્રેમી પંખીડા એકબીજામાં જ ઓત પ્રોત હતા. કોઈક ગ્રૂપવાળા ગીતો ગાઈ રહ્યા હતા, અંતાક્ષરી રમતા હશે કદાચ, મે મારી જગ્યાએ જ બેઠા બેઠા ધારી લીધું. મારા પણ મિત્રો હતા, પણ હું એમની સાથે મજાક મસ્તીમાં જોઈન ન થઇ શકતો, “થોડો અંતર્મુખી છું એટલે” એવું બધાં કહેતા હોય છે મને, કદાચ સાચા પણ હોઈ શકે. બધાં પોતાની મસ્તીમાં વ્યસ્ત