પલ પલ દિલ કે પાસ - જીતેન્દ્ર - 22

(17)
  • 4.4k
  • 1
  • 1.2k

જીતેન્દ્ર જીતેન્દ્ર ની પ્રથમ ફિલ્મ “ગીત ગયા પત્થરો ને” હતી. બહુ ઓછા લોકો જાણેછે કે ૧૯૫૯ માં રીલીઝ થયેલી વી શાંતારામની “નવરંગ” માં સત્તર વર્ષના જીતેન્દ્રએ સંધ્યાના બોડી ડબલ તરીકે કેમેરાનો સામનો કર્યો હતો. અન્ય એક ફિલ્મમાં તેણે સાવ એકસ્ટ્રા રોલ પણ કર્યો હતો. ભલે તે રોલ રાજા નો હતો પણ માત્ર ત્રીસ સેકન્ડમાં રાજા ક્યારે સ્ક્રીન પર આવીને જતો રહે છે તેનો સામાન્ય દર્શકને તો ખ્યાલ પણ ના આવે. જીતેન્દ્રનું સાચું નામ રવિ કપૂર. તેનો જન્મ તા. ૭ ૪ ૧૯૪૨ ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. પિતા અમરનાથ કપૂર અને માતા કૃષ્ણાકપૂર નાનકડા રવિને અને તેના ભાઈ પ્રસન્નને લઈને મુંબઈમાં સ્થાયી