યાદેં.....नगमे है, शिकवे है,किस्से है, बातें है....बातें भूल जाती है, यादें याद आती है.....ये यादें किसी दिल ओ जानम के चले जाने के बाद आती है...यादें...यादें...यादें...રાત્રે બાર વાગે પોતાના બેડરૂમમાં ૩૦ વર્ષનો આશિષ હરીહરનએ ગાયેલું યાદે મૂવીનું ટાઈટલ ટ્રેક સાંભળી રહ્યો હતો. તેણે નક્કી કરેલું દુનિયા છોડવાથી પહેલા પોતાની પ્રાણપ્યારી પત્ની આયુષીની બધીજ ફેવરીટ વસ્તુઓ એન્જોય કરવી. યાદેનું ટાઈટલ ટ્રેક આયુષીનું ફેવરીટ હતું. હૃદયની બીમારીએ ૨૮ વર્ષની આયુષીનો ભોગ લઇ લીધો હતો. એક દિવસ આવો આવશે જ એ બંને જાણતા હતાં એટલા માટે જ એમણે સંતાનનો મોહ ન’તો રાખ્યો. જેટલો સમય મળે એ બંને એ સાથે સંપૂર્ણ ખુશીથી જીવવું એવું નક્કી