સાહસ - 7

(29)
  • 2.4k
  • 1
  • 1.3k

વૃંદા ગઈ. ચારેય જણાં એક મિનિટ સુધી તો મૌન બેસી રહ્યાં. જાણે વૃંદા હજીય તેમની સામે બેઠી છે એવું તેમને લાગતું રહ્યું. વૃંદાનો અવાજ જાણે હજી એમના કાનમાં ગુંજતો હતો. વૃંદાનું મનોહર મુખ હજી એમની નજર સમક્ષ તરવરતુ હતું. વૃંદાને પાછી બોલાવવા માંગતા હોય એમ પંખીઓએ ટહુકારા શરૂ કરી દીધાં તો પણ એ ઝાડની નીચે બેઠેલા ત્રણેય છોકરાં ભાનમાં નહોતા આવ્યા. “શું કરીશું?” સેજલે પ્રશ્ન કર્યો. પેલાં ત્રણેય ઝબકયાં. “રોકાઈશું આજની રાત.” કૌશલે કહ્યું. “કઈ રીતે?” કૃશાલે પૂછ્યું- “એકેય યોજના સે તારી પાંહે?” “બનાવી દઈએ.” ધવલે કહ્યું- "તૈયાર થોડી પડી હોય? બનાવવી પડે!"