મનોમંથન

(17)
  • 4.3k
  • 668

મનોમંથન ઉનાળાનો ધોમધખતો તાપ જાણે કાળમીંઢ ડામરના અજગરીયા રસ્તાને ઓગળી પી જવા મથતો રહ્યો. દૂર દૂર વગડામાં એકાદ વંટોળીયુ ધૂળની ડમરી ઉડાડતુ આમતેમ એકલતામાં અફળાયા કરતું. રસ્તાની બંને બાજુ માત્ર કાંટાળી ઝાડી સિવાય લીલોતરીનું કાંઇ જ નામોનિશાન ના મળે. કાંટાળી વાડમાં કાળઝાળ ગરમીથી પોતાને ઢાંકી લપાઇ બેઠેલા હોલાનો ‘ઘૂ...ઘૂ...ઘૂ...’ અવાજ વાતાવરણની નીરવ શાંતિને ખાળતો રહ્યો. ઉજ્જડ રસ્તા પર કોઇ કોઇ વાર એકાદ છકડો ભડભડાટ કરતો નીકળી ગયો. કેટલીયે વાર પછી ત્યાંથી એકાદ સરકારી બસ ઝાલાવાડ તરફ જવા નીકળી. બસમાં કાંઇ ખાસ મુસાફરો ન હતા, પરંતુ ગણ્યા ગાંઠ્યા આઠ-દસ મુસાફરો....એમાંયે નવેક તો કોઇ જાત્રાએથી પાછા ફરેલ સંઘના સ્ત્રી-પુરુષો અને અન્ય એક