જંતર-મંતર - 17

(129)
  • 8.1k
  • 5
  • 5.9k

જંતર-મંતર ( પ્રકરણ : સત્તર ) રીમાને ભાન આવ્યું ત્યારે સવાર પડવાની તૈયારી હતી. એના કપાળમાં જબ્બર પીડા થઈ રહી હતી. એણે કપાળ ઉપરના વાળ ઠીક કરવા માટે હાથ ફેરવ્યો. એનો હાથ આંખના ખૂણાની ઉપરની તરફ ખેંચાયો. ત્યાં નાનો છરકો થયો હોય અને એમાંથી લોહીની પાતળી સેર ફૂટીને આંખ સુધી આવી હોય એમ લાગ્યું. જોકે, અત્યારે તો એ લોહીની સેર જામી ગઈ હતી. પેલા છરકા ઉપર પણ લોહીનાં ટીપાં સુકાઈ ગયાં હતાં. ખુરશી પાસે વાંકી-ચૂંકી હાલતમાં એ સૂઈ ગઈ હતી એટલે એની કમ્મર, ગરદન, વાંસો, જાંઘ અને પગની પિંડલીઓમાં કળતર થતી હતી. એણે ધીમે-ધીમે એ અંગો સરખાં કર્યાં, અને પછી