બે દીકરા ચોવીસ કેરેટનાં હીરા

(21)
  • 2.4k
  • 505

" બે દિકરાં " 'ચોવીસ કેરેટનાં હીરા' જોયાં છે દરરોજ ધણાં "પરિવાર" વેખેરાંતાં, નથી જોયાં ક્યારેય "ફરીવાર" ભેગાં થતાં.... - કુંજ જયાબેન પટેલ રવિવાર હતો, દિવાલ ઉપર લટકેલી ડિજટલ ધડિયાળમાં સવા નવ થયા હતા, સુરતીઓનો રવિવાર એટલે ફાફડા-જલેબી, ખમણ-ઢોકળા, લીલી ચટની, પપૈયાનો છીણો અને ગરમાગરમ મસાલેદાર ચા. વિમલભાઈ અને તેમના પત્નિ અક્ષિતાબેન, બે દિકરાં નાનો હિમાંશું અને તેની પત્ની વિશ્વા, મોટો દિકરો કિરીટ અને તેની પત્ની કાજલ અને બે નાના ટાબેરીયા દક્ષ અને અંશ તમામ એક જ ડાઈનિંગ ટેબલ ઉપર ચા-નાસ્તાની જમાવટ કરી હતી. ગુજરાતી પરિવાર અને એય પાછો સંયુક્ત કુટુંબ. જાણે સાત તારાનાં ઝુમખામાં એક તારો વધી ગયો હોય