મહેકતા થોર.. - ૨૨

(26)
  • 3k
  • 2
  • 1.1k

ભાગ-૨૨ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ પહેલી વખત કોઈના ઝઘડામાં વચ્ચે પડે છે ને વ્રતી પાસે માફી માગવા પણ જાય છે હવે આગળ...) કાળું વ્રતી પાસે લેશન કરતો હતો. વ્યોમ હજી મૂંઝાતો હતો. વ્રતી વ્યોમની મુંઝવણ સમજી ગઈ. એ બોલી, "કઈ કહેવું છે ?" વ્યોમ થોડો ખચકાતા બોલ્યો, "તમને સમાચાર તો મળી જ ગયા હશે આમ તો છતાં મારે વાત કરવી છે. એ સમયે એ બેનને મદદ કરવામાં ખબર નહિ પણ મને તમારો જ વિચાર આવ્યો ને એટલે જ હું કોઈ અજાણ્યાના મામલામાં પહેલી જ વખત પડ્યો. ને પહેલી વખત મને અહેસાસ થયો કે તમે લોકો ગાંડા તો નથી