ઋણાનુબંધ

(34)
  • 2.1k
  • 1
  • 510

** ઋણાનુબંધ ** પ્રફુલને મુંબઈના અંધેરી રેલ્વે સ્ટેશને પહોંચતાં ફક્ત બે મિનિટનું મોડું થયું હતું. તેની રોજની ટ્રેન છૂટી ગઈ હતી. હવે પછીની ટ્રેન બાર મિનિટ પછીની હતી. ટ્રેનની રાહ જોવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. તેને અંધેરીથી ગ્રાન્ટરોડ પહોંચવાનું હતું. આ તેનો રોજનો રૂટ હતો. તેની ઓફિસ અંધેરીમાં હતી.રહેઠાણ ગ્રાન્ટરોડ પર હતું. પોતાની ગાડીમાં આવ-જા કરવાના બદલે પ્રફુલને ટ્રેન દ્વારા અવર-જવર કરવામાં સુગમતા રહેતી હોવાથી તે રોજ ટ્રેનમાં જ અપડાઉન કરતો હતો. સમય પસાર કરવા કોઈ તાજું મેગેઝીન ખરીદવા તેણે પ્લેટફોર્મ પરના બુકસ્ટોલ તરફ પગ