અને એ દિવસે રાત્રે સૂર્યોદય થયો

  • 2.6k
  • 775

અદ્વૈત ક્લબનાં પાછળનાં એન્ટ્રન્સ પાસે એનીપોર્શ કારમાંથી ઊતર્યો અને વેલે પાર્કિંગમાંકારની ચાવી આપીને ક્લબમાં પ્રવેશયો. ક્લબનાં દ્વાર પર રીસેપશન પર હંમેશની જેમસ્મિતસભર આવકાર સાથે ગુડમોર્નિંગ કહેતાબંને અટેન્ડન્ટ્સે મઝાનો આવકાર આપ્યો. ક્લબમાં પ્રવેશતાં જ પરિચિતોનું મળવાનું ચાલુથઈ જાય એમ વિચારતા તેણે ગાર્ડન તરફ કદમમાંડ્યા. અદ્વૈતને આજે બેચેની લાગતી હતી. બસ, સ્વીમીંગ પુલની બાજુમાં આવેલા ગાર્ડનમાંબેસીને કોફીની ચુસકીઓ લેવાને ઈરાદે રીલેક્સ્ડમૂડમાં બસ એને પોતાની દુનિયામાં ખોવાઈ જવુંહતું. વિચારો ઘણી વખત માણસને વર્ષો પાછળ પણધકેલી દે છે અને ઘણીવાર કેટલાંય વર્ષો આગળભવિષ્યમાં યે રમણ કરાવે છે. અદ્વૈત એકખૂણામાં બેઠો. બસ, શૂન્યમનસ્ક આકાશ સામેતાકતો તે અપલક નજરે ખબર નહીં ક્યાં વિહારકરવા લાગ્યો હશે !પુલની બાજુમાં હારબંધ ડોલતા પામ ટ્રી, છોળોઊડાડીને સ્વીમીંગ કરતા લોકો, આજુબાજુનાંટેબલ પર બેઠેલાં અને તેમને ઉત્સાહપૂર્વક સર્વકરતાં યુનિફોર્મબધ્ધ વઈટર્સ.. કોઈ નહોતું દેખાતું એને..