સાહસ - 11 (સંપૂર્ણ)

(53)
  • 3.2k
  • 2
  • 1.2k

એ માણસ જેવો ચપ્પુ લઈને ઊભો થયો કે તરત જ તેના માથામાં મોટો પથરો ઘણા જોરથી ઝીંકાયો. સચિને બરાબર મોટો પથ્થર શોધ્યો હતો અને બરાબર મોકો જોઈને જોરદાર બળથી માથામાં માર્યો હતો. આ માણસને જબ્બર તમ્મર ચઢ્યાં અને તે લથડ્યો. એ જ સમયે રાકેશે એક મોટો તાર તેના પર નાંખ્યો. હવે કૌશલ અને કૃશાલ પણ ઊભા થયાં. ચારેયે થઈને આને બાંધી દીધો. બહારથી સેજલ અને ધવલ પણ આવી પહોંચ્યા. સેજલ આ માણસની બાજુમાં બેઠી અને બાકીના પાંચ મિત્રો બેભાન પ્રતાપ ડામોરને અંદર ઊંચકી લાવ્યા. છ મિત્રો ખૂબ ખુશ હતાં. વૃંદાની સૂચનાનું તેમણે બરાબર પાલન કરી જાણ્યું હતું.