કિંમત મંગળસુત્રની

(15)
  • 2k
  • 573

કેટલાં નાદાન હોય છે બેજુબાન દિલોના સબંધ, કેટલાંક સમજી નથી શકતાં... કેટલાંક સમજ નથી આવતાં... - કુંજ જયાબેન પટેલ કિંમત મંગળસુત્રની દરવાજો ખોલતાંની સાથે જ પ્રિયા ગુસ્સેથી બોલી ઉઠી "જીત તમે લાવ્યા મારા માટે મંગલસુત્ર" "પ્રિયા તને કેટલી વાર કહ્યું છે, મારી સૅલરી એટલી વધારે નથી કે તને સોનાનું મંગલસુત્ર લાવી આપું, જીતે થોડાં શાંત સ્વભાવે જવાબ આપ્યો. "એ હું કંઈ જાણું ના, મારા સપનાં હું તમારી આ નાની અમથી નોકરી નીચે દફન કરવાં નથી માંગતી" પ્રિયાનો ગુસ્સો સાતમાં આસમાને હોવાથી અવાજ માં કર્કશ હતો. આટલું સાંભળી જીત જેટલી ઝડપે ધરમાં આવ્યા એટલી જ ઝડપે ધરની બહાર નિકળી જતા રહ્યાં.