સૂર મંદિર

(17)
  • 1.8k
  • 1
  • 521

વાર્તા-સૂર મંદિર લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775 ટ્રેને વ્હીસલ મારી અને હળવા આંચકા સાથે ઉપડી.પ્લેટફોર્મ વટાવ્યું ત્યાં સુધીતો ચા વાળા,ભજીયાં વાળા અને ન્યુઝ પેપરો વાળા સાથે સાથે દોડતા રહ્યા.મુસાફરોને મુકવા આવેલા લોકોના આવજો આવજો ,સાચવીને જજો,જઈને ફોન કરજો એવા અવાજો આવતા રહ્યા.સુર્યાસ્ત થઇ ગયો હતો અને અંધારૂ થવા માંડ્યું હતું.ડિસેમ્બર મહિનો હતો એટલે ઠંડી તેની પૂરી તાકાતથી બધાને ભીંસમાં લઇ રહી હતી.લોકોએ બારીઓના કાચ બંધ કર્યા.સેકન્ડ ક્લાસ કમ્પાર્ટમેન્ટ હતો એટલે મુસાફરોની ભીડ હતી.બધા મુસાફરો મોબાઇલ માં ડૂબી ગયા. ટ્રેને હવે સ્પીડ પકડી હતી. ‘ગાડી બુલા રહી હૈ,સીટી બજા રહી હૈ.ચલના હી જિંદગી હૈ ચલતી હી જા રહી હૈ.’બધા મુસાફરો નું