અશ્રુ મઢ્યાં અરમાન

  • 2.5k
  • 1
  • 652

આકાશ આજે ધરતી ચૂમી રહ્યો હતો.ક્ષિતિજ પોતાની સીમારેખા દર્શાવી રહી હતી.વગડાનો સમીર સિલીંગ ફેનમાં અને કુદરતનું અપાર સૌંદર્ય સેજલની આંખોમાં પ્રતિબિંબીત થઈ શીતળતા દર્શાવી રહ્યાં હતા.સેજલને માટે આજે ચારે દિશા પ્રેમપુષ્પો વરસાવી રહી હતી.ને હોય જ ને! જેને હૃદયથી ચાહ્યો એ મનનો માણિગર રોહન ભલે મુફલિસ અને સામાન્ય પરિવારનો હતો,પણ સેજલના સમગ્ર મનપ્રદેશમાં સામ્રાજ્ય સ્થાપી બેઠેલો અમીર અને વિશિષ્ટ વ્યકિત બની ગયો હતો.દિવસ રાત શું? ક્ષણ ક્ષણ અને વિચારોના કણ કણમાં રોહનની રટ લાગી હતી.એ રોહન સાથેના પ્રેમને સેજલના પિતાએ આજે વિધિસરની મંજૂરી આપી હતી. ‘પ્રેમ’ બહાના કે