પલ પલ દિલ કે પાસ - મેહમૂદ - 33

  • 4.7k
  • 1
  • 1.3k

મેહમૂદ વાત ૧૯૬૦ ની છે. દો બીઘા જમીન, સી આઈ ડી,પરવરીશ અને પ્યાસા જેવી ફિલ્મોથી અભિનેતા તરીકે મેહમૂદનું નામ જાણીતું થઇ ગયું હતું. પિતા મુમતાઝ અલીએ લખેલી સ્ક્રીપ્ટ પર ૨૮ વર્ષના મેહમૂદે ફિલ્મ બનાવવાનું બીડું ઝડપ્યું હતું.ફિલ્મ હતી “છોટે નવાબ”. મેહમૂદે એસ.ડી.બર્મનના ઘરે જઈને તેમને સંગીતકાર તરીકે કરારબધ્ધ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો.બર્મન દા પાસે ત્યારે ઢગલાબંધ કામ હતું એક પણ તારીખ આપી શકાય તેમ નહોતી.બર્મન દા પોતાની તકલીફ કહી રહ્યા હતા ત્યારે અંદરના રૂમમાંથી લયબધ્ધ વાગતા તબલાનો અવાજ મેહમૂદના કાને અથડાયો હતો. “દાદા યે કૌન બજા રહા હૈ ?” મેહમૂદે પૂછ્યું હતું. “મેરા બેટા પંચમ બજા રહા હૈ”.બર્મન દા