મહેકતા થોર.. - ૨૪

(13)
  • 2.8k
  • 1.1k

ભાગ- ૨૪ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ શહેરમાંથી પાછો આવ્યો, શંકરના પાણે નવું કૌતુક જોવા કાળું વ્રતીને બોલાવવા આવ્યો. હવે આગળ....) આસ્થા ને અફવા સગી નહિ તો માસિયાઈ બહેનો તો થતી જ હશે, વ્યક્તિની આસ્થા જોડાયેલી હોય એની સાથે અનેક લોકવાયકાઓ આપોઆપ જોડાતી જ જાય છે શંકરનો પાણો પણ એવી જ એક બીનાનો સાક્ષી હતો. ગામમાં એક જુના કુવા પાસે ખોદકામ કરતા કરતા એક પથ્થર મળેલો. જેના પર કોદાળી વાગતા મંદિરના ઘંટ જેવો અવાજ આવ્યો. ખોદકામ કરતા ખેડૂતે એ પથ્થર બહાર કાઢી એના પર પોતાની આસ્થાનું આરોપણ કર્યું. એણે એ પથ્થરનું નામ શંકરનો પાણો આપી દીધું. ને કોઈ પણ