નફીસા અને નિનાદ

(14)
  • 1.8k
  • 738

આ કૉલેજમાં તમે ભણેલાં છો નફીસા.હા આ એ જ કૉલેજ છે.જયાં તમે તમારી યુવાનીના ત્રણ વર્ષ વિતાવ્યા છે. આજે અહીં તમે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં આવેલાં છો.કૉલેજનો એક-એક ખૂણો તમારા ભૂતકાળના કેટલાંય સંસ્મરણો સાચવીને બેઠો છે. કૉલેજકાળ દરમિયાન તમે સૌંદર્ય સામ્રાજ્ઞી હતાં,નફીસા. અત્યારે તમને જોઈને કોઈ ભલે એ વાત ન માને પણ આ હકીકત છે.ખોટું ન લગાડતાં આજે તમે પાંત્રીસના છો પણ પિસ્તાલીસના લાગો છો. નફીસા. તમારા પાસે હાલ તો રુસ્વા મઝલૂમીની'મોહતાજ ના કશાનો હતો કોણ માનશે? મારો એક જમાનો હતો કોણ માનશે? એ પંક્તિ ગણગણાવ્યા વગર છૂટકો નથી. હા,નફીસા તમે કૉલેજમાં