અધૂરપ

(14)
  • 2.6k
  • 4
  • 811

કાર્તિકભાઈ રોજની માફક બગીચામાં સૌથી પહેલા હતાં. સમયના પાબંદ અને શિસ્તના આગ્રહી, એટલે બીજાની અનિયમિતતાથી હંમેશા અકળાતા. ઘડિયાળ સામે નજર કરતા, "આ 6.30 થઈ ગયાં છે છતાં કોઈ ના આવવાનાં અણસાર? સમયસર આવવામાં ક્યાં કોઈ માને છે?" કાર્તિકભાઈ અકળાઇને જાત સાથે વાત કરતા હતા. વાસુભાઈએ કાર્તિકભાઈને દૂરથી બાંકડા પર બેઠેલા જોઈ જોરથી, "ગૂડમોર્નિંગ, કેમ છો?" કહ્યું. એમના પત્ની, ગીરાબેને એમને ટોક્યા, "આમ શું તમે બૂમો પાડી બોલો છો?" "અરે, સાહેબનો ગુસ્સો ઠંડો કરવાનો અને એમના પ્રકોપથી બચવાનો પ્રયાસ છે આ." વાસુભાઈએ જવાબ આપ્યો. કાર્તિકભાઈ- " પધારો.... સમયસર આવ્યા...તમે! વાસુભાઈ - "હવે તમે તો જાણો છો, સાહેબ સવારે ઊઠવું એટલે અમારા